વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ચેસ ટુર્નામેન્ટ(બોયઝ) ની સ્પર્ધા દીપ જ્યોતિ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે યોજાઇ હતી આ સ્પર્ધામાં કુલ ૬૦ જેટલી કોલેજોએ ભાગ લીધો હતો બીપી બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નવસારી ના ચાર ચેસના ખેલાડીએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં અમારી કોલેજના પટેલ નિહાલ ત્રિશુલકુમારએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ચેસ ટુર્નામેન્ટ બોયઝની ટીમમાં(individual)માં પ્રથમ રહ્યા હતા અને વીર નર્મદ યુનિવર્સિટી ની ટીમ માં સિલેક્ટ થયા હતા. સિલેક્ટ થયેલા પટેલ નિહાલ માટે કોલેજ પરિવાર કોલેજના વાઈસ પ્રિન્સિપલ ડૉ. ફરીદા પી. મીનોચેહેરહોમજી અને જીમખાના ચેરમેન ડૉ.જીતેન્દ્ર ટંડેલ પટેલ નિહાલને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને આવનારી સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. બી. પી. બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ માટે આ એક ગૌરવની લાગણી છે અને કોલેજ પરિવાર યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા બદલ ખૂબ આનંદની લાગણી અનુભવે છે.