12th International Yoga Day 2026

12th International Yoga Day 2026
21 Jun, 2026

બી. પી. બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી મુકામે વિશ્વ યોગ દિવસ 21 જૂન ના ઉપલબ્ધમાં રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા N.S.S. ના તથા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં આપની કોલેજના પ્રા. બી. એન. પરમાર તથા પ્રા. એમ. જે. ટંડેલ દ્વારા યોગનું મહત્વ સમજાવી પ્રાથના કરાવીને યોગ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. પ્રા. ભરતભાઇ પરમાર સાહેબે સવારે 8.30 કલાકથી યોગ કરાવ્યા હતા જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં N.S.S. ના ત્રણેય પ્રોગ્રામ ઓફિસર તથા કોલેજના પ્રિન્સિપલ મેડમ ડૉ. ફરીદાબેન મીનોચેહેરહોમજી હાજર રહીને ઉત્સાહ વધાર્યો હતો.