૨૭ ઓગસ્ટ ૨૦૨૬ નાં રોજ બી. પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે રમતગમત ના મહાન હોકી ખેલાડી અને ભારતના મહાન દિગ્ગજો માનાં એક મેજર ધ્યાનચંદ જીની જન્મજયંતી નિમિતે હેઠળ રાષ્ટ્રીય ખેલ દિવસ ૨૦૨૬ 'યુવા કનેક્ટ ' કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી.
આપણાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ ખેલો ઇન્ડિયા ડાયલોગ ભારત અંતર્ગત માય ભારત પોર્ટલ ઉપર ભારતના નાગરિકોને સંબોધન કર્યું. જેમાં આગામી 2030માં કોમન વેલ્થ માં ભારત સારું પ્રદર્શન કરે તથા 2036 માં ઓલિમ્પિક ની યજમાની ભારત કરે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમા નિમેષ ગડુમ - પ્રોગ્રામ કોઓર્ડિનેટર માય ભારત નવસારી.
ડૉ. મયુર પટેલ - આસિસ્ટન્ટ પ્રોફેસર , નારણ લાલા કૉલેજ
પ્રિયંકા - રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી
રિતિકા તનવર - રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી વગેરે ની હાજરી નોંધનીય હતી. આ કાર્યક્રમ માં નશા મુક્ત યુવા સશકત ભારત મુહિમ અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ ને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે નશા કારક દ્રવ્યો થી દૂર રહેવું તથા બીજાને પણ દૂર રાખવા. કોલેજ ના ઈ. ચા. પ્રિ. ડો. ફરીદા મેડમનું. પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રોગ્રામ ઑફિસર શ્રીમતી એકતાબેન દેસાઈ તથા ભરત એન પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન કરવામાં આવ્યું હતું.